રિપોર્ટ: સૈય્યદ ફરીદ, અંકલેશ્વર (ગુજરાત)
સમજો ભારત રાષ્ટ્રીય સમાચાર પત્રિકા માટે વિશેષ રિપોર્ટ
કોશંબાની હદમાંથી પસાર થતા એક્સપ્રેસ વેના બ્રિજનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કામની ઝડપથી નિર્માણકારો દ્વારા યોગ્ય કામગીરી થતી જોવા મળી રહી છે. પરંતુ સતત વરસાદના કારણે બ્રિજની આસપાસ પાણી ભરાવાની પરિસ્થિતિ ઉભી થઈ છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે એક ગાબડું પાડવામાં આવ્યું છે.
આ ગાબડું વરસાદી પાણીની યોગ્ય દિશામાં જવાવ માટે બનાવવામાં આવ્યું છે જેથી કામમાં અવરોધ ન આવે અને સ્થાનિકોને પણ તકલીફનો સામનો ન કરવો પડે. તંત્રએ જાહેર સુરક્ષા અને વિકાસ બંનેને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે.કોશંબા વિસ્તારના રહીશો અને વાહનચાલકો હવે રાહત અનુભવતા જોવા મળી રહ્યા છે. તેઓનું માનવું છે કે જો આવા મહત્વપૂર્ણ કામોમાં સમયસર અને જવાબદારીથી કામગીરી થાય તો વિકાસના કામો લોકહિતમાં વધુ લાભદાયક બની શકે છે.
આ પ્રકારના વિકાસકાર્યોથી ન केवल વાહન વ્યવહાર સરળ બનશે પણ આવનારા દિવસોમાં આ રસ્તો અંકલેશ્વર અને આસપાસના વિસ્તારો માટે વધુ ઝડપી અને સુરક્ષિત યાત્રાનું માધ્યમ બની રહેશે.#samjhobharat
📞 સંપર્ક: 8010884848
🌐 Website: www.samjhobharat.com
✉️ Email: samjhobharat@gmail.com
No comments:
Post a Comment